મોરબી સીજીએસટીમાં સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઇન્સ્પેકટરો બદલાયા 

- text


રાજકોટ સેન્ટ્રલ જીએસટી કમિશનર દ્વારા 60 સુપ્રિન્ટેન્ડેન્ટ અને 65 ઇન્સ્પેકટરોની બદલી કરવા આદેશ 

રાજકોટ : રાજકોટ સેન્ટ્રલ જીએસટી કમિશનર દ્વારા લાંબા સમય બાદ સીજીએસટી સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઇન્સ્પેકટરોની મોટાપાયે ફેરબદલ કરવામાં આવી છે, સેન્ટ્રલ જીએસટી એડિશનલ કમિશનર રાજેશકુમાર નાગોરાના સહીથી રાજકોટ ઝોન હેઠળના 60 સુપ્રિન્ટેન્ડેન્ટ અને 65 ઇન્સ્પેકટરોની બદલી કરવા આદેશ

કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ખાતે કાર્યરત સેન્ટ્રલ જીએસટી કચેરીના એડિશનલ કમિશનર રાજેશકુમાર નાગોરા દ્વારા રાજકોટ, મોરબી, જામનગર સહિતના વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા 60 સુપ્રિન્ટેન્ડેન્ટ અને 65 ઇન્સ્પેકટરોની બદલી કરવા આદેશ કર્યો છે જે અન્વયે રાજકોટ શાપર રેન્જના ઇન્સ્પેકટર વૈશાલી વિશ્વકર્મા, મોરબીના રિતેશ રઘુવંશી, રાજકોટ વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના જિતેન્દ્રકુમાર ગુપ્તા, રેન્જ-7માં મોરબીમાં ફરજ બજાવતા અમિતકુમાર, રાજકોટ રેન્જ-6ના વાઢેર આકાશ અંકિત કુમાર સિંધ મોરબી, રાહુલ સિંગ મોરબી, લલિત ચંદેલ સહિતના 65 ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે અને મોટાભાગના ફિલ્ડના અધિકારીઓને હેડક્વાટર્સમાં મુકવામાં આવ્યા છે.

- text

આ ઉપરાંત સુપ્રિન્ટેન્ડેન્ટ જયપ્રકાશ સિંઘ, સુજીત કુમાર, પ્રદીપકુમાર, એલેક્ઝેન્ડર વર્ગીસ, નીરજ ભારતી, વાંકાનેર રેન્જ મોરબીના રાજેશ કુમાર, મોરબી રીફન્ડ રીબેટના પી.વરગેસ મથાઈ, રિફંડ-રિબેટ મોરબી -1ના મયંક કુમાર, રેન્જ-1,2 અને મોરબી 1ના સી.કે.કરામટા, રેન્જ-7 મોરબી-1ના ડી.ડી.ઓઝા રેન્જ-5 મોરબી-1ના વાય.કે.રિસ્કા, રેન્જ-1મોરબી 1ના આર.એ.જાડેજા, એચ.એચ.રવેશીયા, એન.ડી.જોશી, મોરબી2 ના એસ.એન.ધારૈયા, આઈ.જે.જાડેજા સહિત 60 સુપ્રિન્ટેન્ડેન્ટની બદલી કરવામાં આવી છે.

- text