મોરબીમાં “સિદ્ધિવિનાયક કા રાજા” ગણપતિ સ્થાપનની તડામાર તૈયારીઓ શરૂ

- text


ગુજરાતમાં સૌ પ્રથમ વખત અજાયબી કહી શકાય તેવી અનોખી જ થીમ અને ડેકોરેશન સાથે ગણપતિ મહારાજનો પંડાલ તૈયાર કરાયો

મોરબી : શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત ગુજરાતનું સૌથી વિશાળ અને ભવ્ય ગણેશ ઉત્સવ “સિદ્ધિવિનાયક કા રાજા” ની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આગામી તારીખ 7-9-2024ના રોજ ગણપતિની સ્થાપના કરવામાં આવશે. જેમાં પ્રથમ મહાઆરતી સાંજે 7 કલાકે અને દ્વિતીય મહા આરતી સાંજે 9 કલાકે કરવામાં આવશે. તેમજ તારીખ 17-9-2024ના રોજ વિસર્જન યાત્રા નીકળશે.

મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ એસ.પી. રોડ કોર્નર, સરદાર પટેલ આર્કેડની બાજુમાં “સિદ્ધિવિનાયક ધામ” ખાતે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં સૌ પ્રથમ વખત એક અજાયબી કહી શકાય તેવી અનોખી જ થીમ અને ડેકોરેશન સાથે ગણપતિ મહારાજનો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું સતત 16માં વર્ષે ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવી રહ્યું છે. મુંબઈ લાલબાગ કા રાજાના પ્રખ્યાત મૂર્તિકારો દ્વારા દાદાની ભવ્ય મૂર્તિને આપવામાં આકાર આપવામાં આવ્યો છે.

સમગ્ર ગુજરાતભરમાં સુપ્રસિદ્ધ બનેલ “શ્રદ્ધા અને ભક્તિનું અનેરૂ ધામ” સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવનો તારીખ 7 સપ્ટેમ્બરથી મંગલ પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે તમામ ભક્તજનોને ગણપતિ દાદાના ભવ્ય અને વિશાળ સ્વરૂપના દર્શનનો લાભ મેળવવા આયોજકો દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

2009થી શરૂ થયેલ “સિદ્ધિવિનાયક કા રાજા” ગણેશ ઉત્સવનું આજ સતત 15 વર્ષ બાદ મોરબીવાસીઓ તેમજ તમામ ભક્તજનોના સાથ સહકારથી શ્રી ગણેશ મંડપ સર્વિસ માલિક અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ બારૈયા, રાજેશભાઈ બારૈયા તેમજ અભિનેતા ઓમ બારૈયા અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિના 50 જેટલા સભ્યો દ્વારા 16માં વર્ષે પણ ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં સૌપ્રથમ વખત અજાયબી કહી શકાય તેવી થીમ અને ડેકોરેશન સાથે ગણપતિ મહારાજના પંડાલ ની સજાવટ કરવામાં આવી છે. એક આહલાદક તેમજ મન ગણપતિ મહારાજની શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ઉપરાંત આયોજન અરવિંદભાઈ બારૈયા એ તેમજ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મોરબીના જડેશ્વર દાદાના મંદિર નજીક આવેલ ભંગેશ્વર મહાદેવ મંદિર તીથવા નજીક મોરબીનું સૌ પ્રથમ “શ્રી ગણપતિ બાપ્પાના મંદિર” ના નિર્માણની પણ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મોરબીની ધર્મપ્રેમી જનતાને “શ્રી ગણપતિ બાપ્પાના મંદિર” ના નિર્માણના ઐતિહાસિક આયોજનમાં જોડાવવા તેમજ સાથ સહકાર આપવા પણ ખાસ અપીલ કરવામાં આવી છે.

- text