- text
મોરબી : વરસાદે વિરામ લીધાને એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં મોરબીના રેલવે સ્ટેશન રોડ પર રેન બસેરા પાસે ભુગર્ભ ગટરના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગટરના પાણી દુકાનોમાં પણ ઉડી રહ્યો હોવાનું વેપારીઓનું કહેવું છે. વેપારીઓએ આ અંગે મોરબી નગરપાલિકાને પણ રજૂઆત કરી છે પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી. રેન બસેરામાં ભુગર્ભ ગટરના માણસો અને ગાડીઓ પણ હોય છે તેમ છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેવું લોકો જણાવી રહ્યા છે.
- text
- text