હળવદના ફોજદારની પુત્રી સિદ્ધિ વ્યાસનો કુસ્તીમાં ડંકો : રાજ્ય કક્ષાએ છઠ્ઠો ગોલ્ડ મેડલ મેળવ્યો

- text


પિતા વાય.પી.વ્યાસની પ્રેરણાથી સિદ્ધિની એક પછી એક સિદ્ધિએ સમગ્ર પંથકને ગૌરવ અપાવ્યું, હવે પંજાબમાં નેશનલ રમશે 

હળવદ : હળવદના પીએસઆઈ વાય.પી. વ્યસની લાડકવાયી દીકરી સિદ્ધિ વ્યાસે કુસ્તીમાં સમગ્ર રાજ્યમાં ડંકો વગાડી રહી છે. તેને રાજ્યકક્ષાએ છઠ્ઠીવાર ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર હળવદ પંથકનું ગૌરવ વધાર્યું છે.

હળવદના પીએસઆઈ વાય.પી. વ્યાસ અને તેમના પત્ની બીનાબેન વ્યાસની સુપુત્રી સિદ્ધિ હાલ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમા એનવાયરોમેનટ એન્જિનિયરિંગમા અભ્યાસ કરે છે. છેલ્લા 6 વર્ષથી તે કુસ્તી રમે છે. તેને પાંચ વાર રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવેલ છે. અને ચાર વખત નેશનલ કક્ષાએ ભાગ લીધેલ છે. હાલ તેમને સ્ટેટ કુસ્તી ચેમ્પિયનશીપ ઓફ GTUમાં વાપી ખાતે ભાગ લઇ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર પંથકનું નામ રોશન કરેલ છે. આગામી સમયમાં તેઓ નેશનલ ગેમ્સ રમવા પંજાબના ભટીંડા ખાતે જવાના છે.

- text

- text