મોરબીમાં આગામી 19 સપ્ટેમ્બરે ફ્રી નેત્રમણી કેમ્પનું આયોજન 

- text


શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી ઓપરેશન સુવિધા સાથેનો નેત્રમણી કેમ્પ યોજાશે

મોરબી : સ્વ. દામજીભાઈ અવચરભાઈ હડિયલના સ્મરણાર્થે મોરબી ખાતે આગામી તારીખ 19-9-2024ના રોજ ફ્રી નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન સેવામૂર્તિજમનાદાસજી (રામને ભજી લ્યો) હરિહર અન્નક્ષેત્ર મોરબીના સ્થાપક તેમજ શ્રી એલ. ડી. હડિયલ (રિટાયર્ડ ગવર્મેન્ટ એન્જિનિયર) દ્વારા કરવામાં આવ્યું છે.

નેત્રમણી કેમ્પ હવેથી મોરબી ખાતે દર માસની 19 તારીખે યોજાશે. આગામી 19 તારીખે આ પ્રથમ કેમ્પ છે. સવારે 9:30 થી 12:30 સુધી શ્રી ક્રિષ્ના હોલ, વાવડી પંચાસર ચોકડી વચ્ચે, મોરબી અતુલ રીક્ષા પાસે, કંડલા બાયપાસ રોડ, મોરબી ખાતે યોજાશે. જેમાં નામ નોંધાવા માટે જમનાદાસજી મો નં 98248 19601, એલ.ડી. હડીયલ 98256 49851, હરેશભાઈ હિરાણી મો.નં 98257 50234 અને 94274 65882 પર સંપર્ક કરવાનો રહેશે.

- text

આ કેમ્પમાં આંખના થયેલા નિદાનમાંથી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઈ જઈ અત્યાઆધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સરામાં સારા ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. ઓપરેશન બાદ દર્દીને કેમ્પના સ્થળ પર પરત મૂકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ તરફથી કરવામાં આવશે. તદુપરાંત દર્દી માટે કેમ્પમાં રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા ટીપા વગેરે મફત આપવામાં આવશે. ત્યારે આયોજક દ્વારા મોટી સંખ્યામાં આ કેમ્પનો જરૂરિયાતમંદોએ લાભ લેવા જણાવવામાં આવ્યું છે.

- text