- text
મોરબી : મોરબી જિલ્લાની પરિસ્થિતિને ધ્યાને લઇ તેને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયુ છે કે મોરબી જીલ્લામાં આ વર્ષે ચોમાસાની સિઝન દરમ્યાન અતિવૃષ્ટિ અને ડેમોમાંથી અચાનક પાણી છોડવાના કારણે મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના પાક તથા મીઠાના ઉત્પાદનને ૧૦૦% નુકશાની થયેલ છે. તેમજ ખેતરો તથા મીઠાના અગરો ધોવાય ગયેલ છે. મોરબી જીલ્લામાં વધુ વરસાદના કારણે ચોમાસાની સિઝનમાં હવે ફરીથી વાવેતર કરી ચોમાસાની સિઝનનો પાક પણ લઈ શકાય તેમ નથી. જેથી ભારત સરકારના ગ્રુહ મંત્રાલય આપતી વ્યવસ્થાપન વિભાગના પત્ર ક્રમાંક F-NO-33-03/2020-NDM-I (Vol-II), તા.10/10/2022 ના પરિપત્ર ને ધ્યાને લઈ મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ છે.
- text
- text