- text
મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભાજપની સદસ્યતા અભિયાનનો દેશભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજે મોરબીમાં પણ ભાજપની સદસ્યતા અભિયાનનો વિવિધવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવીને મોરબી જિલ્લામાં ભાજપ સદસ્યતા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે.
આ તકે મોરબી ભાજપ દ્વારા મોરબી જિલ્લાના તમામ સરપંચથી લઈને સાંસદ સુધીના ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓને ભાજપની સદસ્યતા મેળવી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરવા અપીલ કરવામાં આવી છે. 18 વર્ષથી ઉપરના કોઈપણ ભાજપના પ્રાથમિક સભ્ય બની શકશે.
- text
- text