મોરબી – માળીયા હાઇવે ઉપર કાર હડફેટે બાઈક સવારનું મૃત્યુ

- text


મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર સાદુળકા ગામની સીમમાં હોટલ રામદેવ પાસે બાઈક ઉપર રસ્તો ક્રોસ કરી રહેલા ફરિયાદી કમલભાઈ રામાભાઈ બૂંદેલા રહે. લક્ષ્મીનગર ગામની સિમ, મૂળ રહે. મધ્યપ્રદેશ અને તેમના મિત્ર શેરુંભાઈને જીજે – 36 – એફ – 4709 નંબરની કારના ચાલકે હડફેટે લેતા શેરુભાઈનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે કાર નંબરના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text