મોરબીના લાલપર નજીક બોલેરોમાંથી દેશી દારૂનો જંગી જથ્થો પકડાયો 

- text


અકસ્માતગ્રસ્ત બોલેરો ચેક કરતા ભાંડો ફૂટ્યો, તાલુકા પોલીસે બે આરોપીઓને ઝડપી લઈ ત્રણના નામ ખોલાવ્યા

મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મોરબી તાલુકા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ડિવાઈડર ઉપર ચડી ગયેલી એક બોલેરો ચેક કરતા અકસ્માતગ્રસ્ત બોલેરો ગાડીમાંથી 1000 લીટર દેશી દારૂ મળી આવતા ચોટીલા પંથકના બે શખ્સને ઝડપી લઈ દારૂનો જથ્થો મોકલનાર મહિલા અને દારૂ મંગાવનાર મોરબીના બે શખ્સના નામ ખોલવી પાંચ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે ગત રાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન રાત્રીના બે વાગ્યે વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક ડિવાઈડર ઉપર ચડી ગયેલ અકસ્માતગ્રસ્ત જીજે-13-એએક્સ – 2974 નંબરની બોલેરો ચેક કરતા બોલેરોમાંથી 1000 લીટર દારૂનો જથ્થો મળી આવતા આરોપી અનિલ કડવાભાઇ ચૌહાણ અને કાળું મગનભાઈ સરવૈયા રહે. ચીરોડા, તા.ચોટીલા વાળાને અટકાયતમાં લઈ પૂછતાછ કરતા દેશી દારૂનો આ જથ્થો આરોપી અનિલની કૌટુંબિક કાકી ફરીદા જ્યંતિભાઈ ચૌહાણ રહ.ચીરોડા વાળીએ ભરી આપી મોરબીના શાહરુખ પઠાણ, મનસુખ ઉર્ફે મચો અને અનવર ઉર્ફે દડીને આપવાનો હોવાની કબૂલાત આપતા મોરબી તાલુકા પોલીસે પાંચેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી 4 લાખની બોલેરો, 20 હજારનો દેશી દારૂ અને 4000 રૂપિયાના બે મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.

- text