- text
મોરબી : મોરબીના એક શખ્સ દ્વારા અમદાવાદના વાસણામાં નારી વિકાસ મંચ નામની સંસ્થા ધરાવતા 61 વર્ષીય વૃદ્ધને અવાર- નવાર મારી નાખવાની ધમકી આપવામાં આવતા વૃદ્ધે પોલીસ સ્ટેશનમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર વિગત અનુસાર, વાસણામાં રહેતા 61 વર્ષીય અશોકભાઈ જયંતીભાઈ ભારતીય તેમના જ ઘરે નારી વિકાસ મંચ નામની સંસ્થા ચલાવે છે. ત્યારે 22 ડિસેમ્બર 2023ના રોજ આ એક મહિલા લિવ ઇનમાં રહેતા પ્રકાશ સાથે અણબનાવ થતા તેમના પુત્ર સાથે આ સંસ્થામાં જોડાયા હતા. જેની જાણ તેમના પૂર્વ મિત્ર પ્રકાશને થતા તેને ઓનલાઈન સોફ્ટવેરના માધ્યમથી ઇન્ટરનેશનલ નંબરથી ફોન કરી બીભત્સ શબ્દો બોલી અવાર નવાર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેવી અશોકભાઈ દ્વારા વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
- text
- text