મોરબી જિલ્લામાં ફરી મેઘસવારી, હળવદમાં 30, માળિયામાં 10 મીમી

- text


મોરબીમાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ: વાંકાનેરમાં 6, મોરબીમાં 3 અને ટંકારામાં 1 મીમી

06.00 TO 08.00 HRS RAINFALL DATA DT.03.09.2024

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી ફરી મેઘસવારી આવી પહોંચી છે, સવારે 6થી 8 વાગ્યાના બે કલાકમાં જ હળવદમા 30 મીમી એટલે કે સવા ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સતાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના અરસામાં મોરબીમાં 3, ટંકારામા 1, વાંકાનેરમાં 6, માળિયામાં 10 અને હળવદમા 30 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના 125 તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ભરૂચના નેત્રંગ અને વાલીયામાં 3 – 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.

- text

- text