નવાગામ અને રાસંગપર ગામમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકશાન, વળતરની માંગ

- text


સરપંચ દ્વારા મોરબી જીલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરી તાત્કાલિક ગામના રસ્તા અને ખેતરોના ધોવાણ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ 

મોરબી : મોરબીમાં ભારે વરસાદને પગલે મચ્છુ ડેમના પાણી છોડાતા ગામની સીમમાં પાણી ઘુસી જતા ખેડૂતોના પાકની સાથે મોટા પ્રમાણમાં જમીન ધોવાઈ જતા માળીયા તાલુકાના નવાગામ અને રાસંગપર સરપંચ દ્વારા સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરવા તેમજ વળતર ચૂકવવાની માંગ સાથે મોરબી જીલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

બન્ને ગ્રામ પંચાયતોના સરપંચોએ કરેલી રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર રાજ્ય સહિત મોરબીમાં થયેલા ભારે વરસાદના પગલે મચ્છુ ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણી ગામની સીમમાં પહોંચી જતા જમીનો ધોવાઈ ગઈ છે. તથા ખેતરમાં પાકો ધોવાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હાલ પાક નિષ્ફળનો સર્વે ચાલુ છે. ત્યારે આ દરમ્યાન નવાગામ અને રાસંગપર ગામના સરપંચ દ્વારા પાક નિષ્ફળ ગયાના સર્વેની સાથે જમીન ધોવાણ અંગેનો સર્વે કરાવી યોગ્ય કાર્યવાહી કરવા અને જમીન ધોવાણ વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.

- text

- text