સપ્ટેમ્બર માસના પ્રથમ રવિવારે વાંકાનેરમાં પુસ્તક પરબ યોજાયું

- text


વાંકાનેર : વાંકાનેરમાં તા. 2-9-2024 ને રવિવારના રોજ પુલ દરવાજા, સ્ટેચ્યૂ પાસે પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, અતુલભાઈ બુદ્ધદેવ, યજ્ઞેશ ભટ્ટ અને હાર્દિકભાઈ સોલંકી, ડૉ. ડાહ્યાલાલ પરબતાણી, ડૉ. નવીનચંદ્ર સોલંકી, મહાવીરસિંહ ઝાલા દ્વારા નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવ્યું હતું.

સપ્ટેમ્બર – 2024ના પ્રથમ રવિવારે યોજાયેલા આ પુસ્તક પરબમાં વાંકાનેર તાલુકાના બી.આર.સી.કૉ. મયૂરરાજસિંહ પરમાર, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, વાંકાનેર તાલુકાના કેળવણી નિરીક્ષક હસમુખ મકવાણા અને રમેશ ડાભી, ગારીડા પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ ડેંગળા, પીપળીયારાજ તાલુકા પ્રાથમિક શાળાના આચાર્ય અબ્દુલ રહીમ બાવરા, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા મંત્રી ધવલભાઈ મહેતા તથા વાંકાનેર તાલુકાના અનેક શિક્ષકો અને જસદણ સિરામિકના માલિક પ્રજ્ઞેશભાઈ પટેલે પુસ્તક પરબમાં હાજર રહીને પુસ્તક પરબની ટીમને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું.

આ પુસ્તક પરબના દાતાઓ અલ્પેશભાઈ પટેલ, દીપકસિંહ ઝાલા, ડૉ. બાદી સાહેબ, અમિતભાઈ દેલવાડિયાએ ઉપસ્થિત રહીને પુસ્તક પરબની ટીમને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. પંચાસિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા ચંદ્રિકાબેન સોલંકીએ પુસ્તક પરબને ૩૫ પુસ્તકો દાન સ્વરૂપે આપ્યાં હતા. વાંકાનેરની એલ.કે.સંઘવી હાઈસ્કૂલના આચાર્ય દર્શનાબેન જાની તરફથી પુસ્તક પરબને નવા પુસ્તકો ખરીદવા માટે 1100 રૂપિયાનું રોકડ સ્વરૂપે દાન આપવામાં આવ્યું હતું. વાંકાનેર તાલુકાના અનેક વાચકોએ પુસ્તક પરબની મુલાકાત લીધી હતી અને વાંચવા માટે નિઃશુલ્ક પુસ્તકો મેળવ્યા હતા. મહત્વનું છે કે, મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલાં રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે.

- text

- text