મોરબીના લાયન્સનગરમાં તાત્કાલિક પાણીનો નિકાલ કરાવવા રજૂઆત

- text


મોરબી : મોરબીના નવલખી ફાટક રોડ પર આવેલા લાયન્સનગરમાં પાણીનો નિકાલ માટે ગત તારીખ 30 ઓગસ્ટના રોજ અરજી કરવામાં આવી હતી છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે ફરીથી અરજી કરીને તાત્કાલિક પાણીનો નિકાલ કરાવવા ડેપ્યુટી કલેક્ટર સમક્ષ માગ કરવામાં આવી છે.

લાયન્સનગરમાં રહેતા ધંધુકિયા મીઠાભાઈએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ગત તારીખ 30 ઓગસ્ટના રોજ સોસાયટીમાંથી પાણીનો નિકાલ કરાવવા માટે મોરબી નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. સોસાયટીમાં પાણી ભરાયા હોવાથી છેલ્લા 7 દિવસથી બાળકો સ્કૂલે જઈ શકતા નથી. રોજબરોજની જરૂરી વસ્તુઓ લેવા માટે પણ કેડ સમા પાણીમાંથી ચાલીને જવું પડે છે. જો હજુ વરસાદ આવશે તો ઘરમાં પાણી આવે તેવી પરિસ્થિતિ છે. વરસાદી પાણીના કારણે રોગચાળો વધ્યો છે. મચ્છર પણ વધી ગયા છે. હાલ નર્ક સમાન લોકો જીવન જીવી રહ્યા છે. નગરપાલિકાના અધિકારી હિતેશ રવેશીયા પણ સ્થળ પર આવીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી પરંતુ કોઈ કામ થયું નથી. તેથી સોસાયટીના રહેવાસીઓએ આજે ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવા જણાવ્યું છે.

- text

- text