ટંકારાના ઓટાળા ગામના સરપંચને જાતિ પ્રત્યે અપમાનિત કરાયા

- text


ખેતરના હલણ પ્રશ્ને પારકા ઝઘડામાં સમાધાન કરવાનું કહેતા પતાવી દેવાની ધમકી અપાઈ

ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામના સરપંચને પારકા જમીનના ઝઘડામાં સમાધાન કરવાનું કહેવું ભારે પડ્યું છે, ગામમા અગાઉ જમીનના હલણ પ્રશ્ને થયેલ માથાકૂટમા સરપંચનો ભાઈ પણ આરોપી હોય જેથી સામાવાળાને સમજાવવા જતા જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવી હોવાના આરોપ સાથે સરપંચે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અને મકાન બનાવવાનો કોન્ટ્રાકટર રાખવાનું કામ કરતા સરપંચ સુરેશભાઈ નથુભાઈ પરમારે ટંકારા પોલીસ મથકમાં ઓટાળા ગામના અલ્પેશ ગોરધનભાઇ ઘોડાસરા વિરુદ્ધ ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, આરોપીના ભાઈઓને જમીનના હલણ પ્રશ્ને અગાઉ સુરેશભાઈ પરમારના કૌટુંબિક સગા નિકુલ નરભરામભાઈ તેમજ વાછકપર ગામના રોહિત નાનજી ફાંગલિયા સાથે ઝઘડો થયો હોય જેથી સમાધાન માટે સમજાવવા જતા જાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text