વરસાદી માહોલ વચ્ચે ટંકારા પીજીવીસીએલને મળી ઢગલાબંધ ફરિયાદ

- text


વરસાદે વિરામ લેતાં જ ટંકારા પીજીવીસીએલ દ્વારા મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો શરૂ કર્યો

ટંકારા : ટંકારા સહિત મોરબી જિલ્લામાં ચાર દિવસ પડેલા ભારે વરસાદના કારણે પીજીવીસીએલને પણ મોટાપાયે નુકસાન થયું છે. વરસાદી માહોલમાં ટંકારા પીજીવીસીએલને ઢગલાબંધ ફરિયાદો મળી હતી. 500 જેટલી ફરિયાદો તો માત્ર ઘર અને કારખાનાના ગ્રાહકો તરફથી મળી હતી. જો કે તમામ વીજ પુરવઠો પીજીવીસીએલ દ્વારા પુર્વવત કરી દેવાયો છે. સાથે જ ખેતીવાડી વિસ્તારમાં પણ ભારે નુકસાન થયું છે.

- text

ચાર દિવસ પડેલા વરસાદમાં ટંકારા પીજીવીસીએલને વ્યાપક નુકસાન થયું છે. 50 જેટલા ઈલેવન પોલ પડી ગયા છે. તો 2 ડિપી ટ્રાન્સફોર્મર અને એક એલસી પોલ ભાંગી પડતા ફરિયાદના ધોધ વછુટ્યા હતા. જોકે વીજ પુરવઠો પુર્વવત કરવા ટીમે વરસાદે વિરામ લેતાં કમર કસી હોય તેમ તમામ ઘર, ઓફિસ, ગામડા અને ફેક્ટરીમાં વીજ પુરવઠો કાર્યરત કરી દીધો છે. ખેતી વાડીમાં અનેક પોલ પડી જતા હજું ખેતર સુધી જઈ શકાય તેમ ન હોય મુશ્કેલી વચ્ચે પણ કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ખેડૂતોને ધ્યાનમાં કોઈપણ ફોલ્ટ દેખાય તો ટંકારા પીજીવીસીએલ તંત્રનું ધ્યાન દોરવા ડેપ્યુટી ઈજનેર મોડ દ્વારા જણાવાયું છે.

- text