માળિયા (મિ.) નગરપાલિકાના વધુ એક સદસ્યનું રાજીનામુ

- text


અગાઉ એક અને ગત શનિવારે ત્રણ મળી કુલ રાજીનામાં બાદ આજે પાંચમું રાજીનામુ પડ્યું

મોરબી : માળિયા મિયાણા નગરપાલિકામાં વધુ એક સદસ્યનું રાજીનામુ પડ્યું છે. આમ સદસ્યોના રાજીનામાંનો સિલસિલો યથાવત રહેતા રાજકારણ ગરમાયુ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા નગરપાલિકા 24 સદસ્યો છે. તમામ બેઠકો કોંગ્રેસ શાસિત છે. થોડા મહિનાઓ પહેલા એક રાજીનામુ પડ્યું હતું. તેવામાં શનિવારે પણ ત્રણ રાજીનામાં પડ્યા હત. અને આજે વધુ એક રાજીનામુ પડ્યું છે. આજે જેનાબેન તાજમામદ મોવર નામના સદસ્યએ પ્રમુખને પોતાનું રાજીનામુ સોંપ્યું છે.

- text

જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓને ઘરકામ રહેતું હોય, ઉપરાંત અવાર નવાર દવાખાને જવાનું હોય, તબીયત સારી રહેતી ન હોવાથી રાજીનામુ સ્વીકારવામાં આવે

 

- text