મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રૌઢનું મોત, વાલી વારસની શોધખોળ

- text


મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા વનીભાઈ વેલજીભાઈ ઉ.વ.૫૦ સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે દાખલ થયેલ હોય તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેઓ જશરીરે પાતળો બાંધો વાને ઘંઉવર્ણો, માથાના ભાગે તથા દાઢીના ભાગે કાળા-સફેદ વાળ છે. જમણા હાથે કલાઈ ઉપર ‘વજીભાઇ વેલ” તથા કૃષ્ણ ભગવાનનું ચિત્ર ત્રોફાવેલ છે. તથા શરીરે જાંબલી કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેમના વાલી વારસ અંગે કોઈને જાણ હોય તો એ.એમ.ઝાપડીયા પો.હેડ.કોન્સ, મો.ન.૯૭૧૪૦૬૪૪૧૯ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલી.નં.૦૨૮૨૨-૨૩૦૧૮૮ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text

 

- text