મોરબી ફોટો-વીડિયો એસોસિએશન દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારંભ યોજાયો

- text


મોરબી : મોરબી ફોટો-વીડિયો એસોસિએશન દ્વારા 21મો વિદ્યાર્થી સત્કાર સમારંભ ગત તારીખ 1 સપ્ટેમ્બર ને રવિવારના રોજ ભૂતપૂર્વ પ્રમુખ રમેશભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને દશાશ્રી વણિક જ્ઞાતિની ભોજન શાળામાં યોજાયો હતો.

આ સમારંભમાં હાલના પ્રમુખ મહાદેવભાઈ ડી. પ્રજાપતિ દ્વારા સ્વેચ્છાએ નિવૃત્તિ જાહેર કરી સમારંભના નવા પ્રમુખ તરીકે જયસુખભાઈ (એ વન સ્ટુડિયો વાળા)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 110 બાળકોને ગોલ્ડ મેડલ, સ્કૂલ બેગ, ફુલસ્કેપ ચોપડા, કંપાસ બેગ, વોટર બોટલ, પેન્સિલ જેવી વસ્તુની ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સંસ્થાના પ્રમુખ મહાદેવભાઈ ડી. પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. સમારંભના અંતે સંસ્થાના ખજાનચી કિરણભાઈ (ચિત્ર સ્ટુડિયો વાળા) દ્વારા દરેક મહાનુભાવોનો આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમને અંતે સહ પરિવાર સાથે ભોજન સમારંભનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કારોબારીના દરેક મેમ્બર દ્વારા ખૂબ સહકાર મળ્યો હતો.

- text

- text