મોરબીમાં પિતાએ કામ ધંધો કરવા બાબતે ઠપકો આપતા યુવાને અગનપછેડી ઓઢી

- text


મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર ઉમા રેસિડેન્સીમાં રહેતા મૂળ ધ્રોલ તાલુકાના વતની યુવાનને તેના પિતાએ કામ ધંધો કરવા બાબતે ઠપકો આપતા યુવાનને લાગી આવતા મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમા ગત તા.25ના રોજ પોતાની જાતે કોઈ જ્વલનશીલ પદાર્થ છાટી આગ લગાડી લેતા દાઝી જતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર ઉમા રેસિડેન્સીમાં રહેતા મુળ જામનગર જિલ્લાના ધ્રોલ શહેરના વતની ધર્મેન્દ્રભાઈ કેશવજીભાઈ ઘેટિયા ઉ.30 નામના યુવાનને તેના પિતા કેશવજીભાઈએ કામ ધંધો કરવા બાબતે ઠપકો આપતા ધર્મેન્દ્રભાઈને લાગી આવતા ગત તા.25 ઓગસ્ટના રોજ મહેન્દ્રનગર ચોકડીએ આવેલ શિવાય પ્લાઝમા પોતાની જાતે જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી લેતા દાઝી જતા સારવાર માટે રાજકોટ સિવિલમા ખસેડવામાં આવતા સારવાત દરમિયાન ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text