મોરબીના મકનસર નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગારધામ પકડાયું

- text


એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમતા 7 શખ્સને ઝડપી લીધા

મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામ નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા 7 જુગારીઓને પાના ટીચતા ઝડપી લઈ 1.70 લાખની રોકડ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી તાલુકાના મકનસર ગામે તુલસી કોમ્પલેક્ષમાં આવેલ ભકિત ટ્રાન્સપોર્ટની ઓફીસમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડતા આરોપી દિપકભાઈ પ્રમોદભાઇ સિદ્ધપુરા, શૈલેષભાઈ નારણભાઈ ઓધવીયા, ભરતભાઇ પરબતભાઇ અમૃતીયા, શૈલેષભાઇ પુનાભાઇ ટાંક, હસમુખભાઇ રતીલાલ કાસુન્દ્રા, યગ્નેશભાઈ રમેશભાઇ ભોજાણી અને રાજેશભાઇ સુખરામભાઈ સોનાર્થીને રોકડા રૂપિયા 1,70,500 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

- text

- text