મોરબી બાયપાસ પાસેના આવાસ યોજનામાં 8 દિવસથી પાણી ન આવતા પાલિકામાં ઉગ્ર રજૂઆત

- text


મોરબી : મોરબીના બાયપાસ પાસે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેલ્લા 8 દિવસથી પાણી આવતું ન હોય આજ રોજ આવાસ યોજનાના રહેવાસીઓ મોરબી પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને પાણી આપવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.

પાણીના પ્રશ્નને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ નગરપાલિકા કચેરીએ પહોંચી હતી. મહિલાઓના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેલ્લા 8 દિવસથી પાણીનો પ્રશ્ન હોય હેરાન-પરેશાન થઈ ગયા છે. પાણી વિના જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. ટાકા દ્વારા પણ પાણી ચડાવી શકાય તેવી વ્યવસ્થા નથી. મહિલાઓના જણાવ્યા પ્રમાણે આસપાસના અન્ય વિસ્તારમાં પાણી આવે છે પરંતુ અમારા તરફનો વાલ્વ ખોલવામાં આવતો નથી. આ અંગેની ઉગ્ર રજૂઆત બાદ પાલિકા દ્વારા મહિલાઓને ખાતરી આપવામાં આવી હતી કે આજ સાંજ સુધીમાં પાણી પહોંચાડી આપવામાં આવશે.

- text

- text