મોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરો : આમ આદમી પાર્ટીની માંગ

- text


ખેડૂતોને અને અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગણી સાથે આપ કલેકટરને પાઠવશે આવેદન

મોરબી : મોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરી, ખેડૂતોને વળતર માટે જમીનની 2 હેક્ટરની મર્યાદાને વધારીને હેક્ટર દીઠ યોગ્ય વળતર આપવામાં આવે અને માળીયા‌ તાલુકા‌ના નીચાણવાળા વિસ્તારમાં મચ્છુ નદીના પાણી ફરી વળતા ઘરવખરી અને મકાનને થયેલા નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી કાલે બુધવારે કલેકટરને આવેદન પાઠવશે.

- text

આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં વરસાદના લીધે તમામ તાલુકાઓમાં ખૂબ જ નુકસાન થયું છે. જેથી આમ આદમી પાર્ટી માંગણી કરે છે કે મોરબી જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે અને દરેક ખેડૂતોને વળતર માટે જમીનની 2 હેક્ટરની મર્યાદાને વધારવામાં આવે અને હેક્ટર દીઠ યોગ્ય વળતર આપવામાં આવે. ઉપરાંત માળીયા તાલુકાના અમુક ગામોમાં અને માળીયા શહેરમાં ઘણા લોકો ના મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. તો તે નીચાણવાળા વિસ્તારોનો સર્વે કરી અને નુકશાનીનું વળતર આપવામાં આવે આ માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા બહોળી સંખ્યામાં કાર્યકરો સાથે આવતીકાલે બુધવારે સવારે 11 વાગ્યે કલેકટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવા જશે.

- text