અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા મોરબી જિલ્લાની વાર્ષિક કાર્યકર્તા શિબિર યોજાઈ 

- text


હળવદ : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા મોરબી જિલ્લાની વાર્ષિક કાર્યકર્તા શિબિર શરણેશ્વર મહાદેવ મંદિર – હળવદ ખાતે 1 સપ્ટેમ્બર ને રવિવારના રોજ યોજાઇ હતી.

આ શિબિરમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ અધ્યક્ષ દિપકસિંહ ઝાલા, કા. પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રસિંહ પરમાર, કા. પ્રદેશ અધ્યક્ષ રુદ્રદતસિંહ વાઘેલા, યુવા પાંખના પ્રમુખ દિગ્વિજયસિંહ ઝાલા, એજયુકેશન કમિટીના વિસુભા ઝાલા, પ્રદેશ મહામંત્રી નીરુભા ઝાલા, મોરબી જિલ્લા યુવા સંઘના પ્રમુખ જયવંતસિંહ જાડેજા, કા. પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા, યુવા પાંખ મોરબીના જિલ્લા પ્રમુખ ઓમદેવસિંહ જાડેજા, હળવદ તાલુકા યુવા સંઘના પ્રમુખ વિજયસિંહ ઝાલા, હળવદ યુવા પાંખના પ્રમુખ યશરાજસિંહ રાણા, માળિયા પ્રમુખ વનરાજસિંહ જાડેજા, વાંકાનેર પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, ટંકારા યુવા સંઘના પ્રભારી રૂપસિંહ ઝાલા, મોરબી તાલુકા યુવા સંઘના પ્રમુખ મહાવીરસિંહ ઝાલા, હળવદના સમાજ અગ્રણી ધીરૂભા ઝાલા, સુખુભા ઝાલા, ડો. રાણા સાહેબ, નરેન્દ્રસિંહ રાણા, વાય.કે. ઝાલા, જયદિપસિંહ ઝાલા, હરદેવસિંહ પરમાર દેવળીયા, મહિપાલસિંહ જાડેજા સીરોઈ, મોરબી સમાજ અગ્રણી બાલુભા જાડેજા, મહેન્દ્રસિંહ ઝાલા રંગપર, જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ રાજકોટના પ્રમુખ કિશોરસિંહ જેઠવા, યુવા પાંખ રાજકોટના પ્રમુખ હિતેન્દ્રસિંહ ઝાલા, સુરેન્દ્રનગર યુવા સંઘના જિલ્લા પ્રમુખ મહાવીરસિંહ રાણા, સુરેન્દ્રનગર, મહિલા સંઘ મોરબીના પ્રમુખ જયશ્રીબા ઝાલા, સુરેન્દ્રનગર મહિલા સંઘના પ્રમુખ હર્ષાબા જાડેજા, મહિલા સંઘ રાજકોટના પ્રમુખ હિનાબા ગોહિલ, હળવદ મહિલા સંઘના પ્રમુખ પૂર્ણાબા ઝાલા, પદમાબા ઝાલા માથક, તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમની શરુઆત દિપ પ્રગટાવીને કરવામાં આવી હતી. દીકરીઓ દ્વાર સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લા પ્રમુખ જયવંતસિંહ જાડેજાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. પ્રદેશમંત્રી મહાવીરસિંહ ઝાલાએ સંસ્થાના કાર્યો વિશે માહિતી આપી. જિલ્લા મહામંત્રી રાજવીરસિંહ સરવૈયાએ ગત વર્ષની અને આગામી વર્ષના કાર્યો વિશે વાત કરી હતી. યુવા પાંખના જિલ્લા મહામંત્રી ધર્મદિપસિંહ જાડેજાએ યુવા પાંખના કાર્યો અંગે વિગતવાર વાત કરી હતી. મોરબી જિલ્લા મહિલા સંઘના પ્રમુખ જયશ્રીબા ઝાલાએ મહિલા સંઘના સમાજ ઉપયોગી કાર્ય વિશે વાત કરી હતી.

યુવાપાંખના પ્રદેશ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ઝાલાએ યુવા પાંખનું રાજ્ય વ્યાપી માળખું બનાવી યુવાનોને સંસ્થા સાથે જોડવા અંગે હાકલ કરી અને ભવિષ્યમાં મોટો કાર્યક્રમ કરવાની વાત કરી હતી.

- text

આજના કાર્યક્રમમાં મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા મહારાણી વિજય કુંવરબા રાજપૂત સમાજ ભવનનું ભવ્ય નિર્માણ કાર્ય થવા જઇ રહ્યું છે જેમાં બે કરોડ અગિયાર લાખ રૂપિયાનું ડોનેશન જાહેર કરનાર સ્વ.ઉદયસિંહજી મનુભા જાડેજા પરિવાર- (જયદિપ એન્ડ કંપની)ના દિલુભાભાઈ જાડેજા અને 1.81 કરોડ રૂપિયાનું દાન જાહેર કરનાર એવા જ બીજા દાતા રાજકુમાર ડી.એસ. ઝાલા સાહેબ (દેવસોલ્ટ પ્રા. લિમિટેડ કંપની) ના પ્રતિનિધિ જયરાજસિંહનું બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાએ વર્તમાન સમયની રાજપૂત સમાજની સ્થિતિ અને જરૂરિયાત ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું અને વારસામાં મળેલ ખેતીની જમીનો નહીં વેચવા સમાજને અપીલ કરી હતી.

મહિલા સંઘના પ્રદેશ અધ્યક્ષ દશરથબા પરમાર દ્વારા મહિલા શિક્ષણ અને સમાજનાં સંસ્કારોને જાળવી રાખવા અપીલ કરવામાં આવી અને આજના કાર્યક્ર્મમાં મહિલાઓની વિશેષ હાજરી બદલ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. યુવા સંઘ હળવદના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાનું રાજ્ય કક્ષાના એવોર્ડ મળવા બદલ વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતું. હળવદના સમાજ અગ્રણી ડૉ. રાણા સાહેબ દ્વારા સમાજની શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષણ ઉપર ખાસ ધ્યાન આપવા ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. યુવાસંઘના એજ્યુકેશન કમિટીના કન્વીનર વિસુભા ઝાલાએ સંસ્થા દ્વારા સંચાલિત છાત્રાલયોના નિર્માણ અને તેની હાલની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ દિપકસિંહ ઝાલાએ તમામ કાર્યકર્તાઓને બિરદાવ્યા અને યુવા સંઘની કાર્યપ્રણાલી વિશે ઉંડાણ પૂર્વક સમજ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન રાજવીરસિંહ સરવૈયાએ કર્યું હતું. જયદિપસિંહ ઝાલા (કીડી)એ આભારવિધિ કરી હતી. તેમજ કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લીધુ હતું. શિબિરને સફળ બનાવવા હળવદ તાલુકાની સમગ્ર ટીમે ખૂબ જહેમત ઊઠાવી હતી.

- text