ટ્રાફિક નિયમનો ઉલાળિયોઃ મોરબીમાં ભારે વાહનોની પ્રવેશબંધી છતાં ઓવરલોડ ટ્રેક્ટર થાય છે પસાર 

- text


મોરબી : મોરબી શહેરમાં સવારે 8 થી રાતના 9 વાગ્યા સુધી શહેરના સામાકાંઠાથી લઈને વીસી ફાટક સુધી ભારે વાહનોની પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. તેમ છતાં દરરોજ ભીની માટી ભરેલું ઓવરલોડ ટ્રેક્ટર પસાર થઈ રહ્યું છે. આ ઓવરલોડ ટ્રેક્ટરમાંથી માટી રસ્તા પર પડતી હોય છે જેના કારણે અન્ય વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

આજે પણ આ ઓવરલોડ માટીથી ભરેલું ટ્રેક્ટર પ્રવેશબંધી હોવા છતાં રસ્તા પરથી પસાર થયું હતું. જેનો વીડિયો પાછળ જતી કારના જાગૃત ચાલકે ઉતારી લીધો હતો. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ટ્રેક્ટરની ટ્રોલીમાંથી માટી નીચે પડી રહી છે. ત્યારે પ્રવેશબંધી હોવા છતાં આ રીતે ઓવરલોડ વાહનો ઘુસી જતાં મોરબી ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉભા થયા છે.

- text