- text
મોરબી : મોરબી શહેરના છાત્રાલય રોડ પર છેલ્લા 20 દિવસથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકો સહિત રહેવાસીઓ પરેશાન થઈ ગયા છે. ગટરના પાણી રોડ પર ફરી વળતા ચાલવામાં પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે અને સતત દુર્ગંધ આવી રહી છે. રસ્તા પર ગટરના ગંદા પાણી ભરાયેલા રહેતા હોવાથી બીમારી ફેલાવાનો પણ ખતરો ઉભો થયો છે. આ અંગે નગરપાલિકામાં ફરિયાદ લખાવવામાં આવી છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
- text
- text