- text
મોરબી : ગઈકાલે તારીખ 30 ઓગસ્ટના રોજ ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગામોમાં ડસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ખાખરાળાના મેડિકલ ઓફિસર ડો. એસ. એચ. જીવાણીની આગેવાનીમાં ખાખરાળામાં ડસ્ટિંગ કામગીરી કરાવવામાં આવી હતી તેમજ ગામમાં રોગચાળો ના ફેલાઈ તે માટે આઈઈસી પણ કરવામાં આવી હતી.
દરેક ગામ લોકોને હાલ ચોમાસામાં ખરાબ પાણીના કારણે પાણી જન્ય રોગચાળો ના ફેલાઈ તે માટે પાણી ગરમ કરીને પીવાની સલાહ આપવામાં આવી હતી. ગામમાં મચ્છર જન્ય રોગચાળો ના ફેલાઈ તે માટે પેરા ડોમેસ્ટીક કામગીરી તેમજ ઈન્ટરા ડોમેસ્ટીક કામગીરી ચાલુ કરવામાં આવી છે. દરેક ગામમાં કોઈ રોગચાળો ના ફાટી નિકળે તે હેતુથી આરોગ્ય લગત તમામ કામગીરી ચાલુ કરવામાં આવી છે અને સાથે દરેક ગામના લોકોને સાથ સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી છે.
- text
- text