મોરબીના બોરીયા પાટી વાડી વિસ્તારમાં વરસાદ બાદ કાદવ-કીચડનું સામ્રાજ્ય

- text


તાત્કાલિક મોરમ નાખવા પાલિકાને રજૂઆત

મોરબી : મોરબીમાં વરસાદ બાદ અનેક જગ્યાએ કાદવ-કીચડનું સામ્રાજ્ય ઉભું થયું છે. ત્યારે મોરબીના વોર્ડ નંબર- 12માં આવેલા બોરીયા પાટી વાડી વિસ્તારમાં વધુ વરસાદના કારણે રસ્તાઓ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે રસ્તા પરથી પસાર થવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે. વરસાદી પાણીના કારણે બીમારી ફેલાવાનું પણ જોખમ ઉભું થયું છે.

આ અંગે રહેવાસીઓએ મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને મોરબી નગરપાલિકાના સત્તાધિશોને રજૂઆત કરી છે અને તાત્કાલિક ધોરણે રસ્તા પર મોરમ નાખીને રસ્તા પરથી ચાલી શકાય તેવી કામગીરી કરવા જણાવાયું છે. સાથે જ ડીડીટીનો છંટકાવ કરવામાં આવે તેવી પણ સામાજિક કાર્યકર ગિરધરભાઈ પરમાર દ્વારા માગ કરવામાં આવી છે.

- text

- text