- text
મોરબી : મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ ના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ રોડ-રસ્તાઓ પર ખાડા પડયાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ દરમ્યાન મોરબી-હળવદ હાઇવે પર ભારે વરસાદના કારણે ખાડા પડ્યા હોવાનું સામે આવ્યું હતું. ખાડા પડવાના કારણે મોરબી – હળવદ હાઇવે પર આવેલ આંદેણા ગામ પાસે ખાડા પડવાને કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ટ્રાફિકમાં 2 કિલોમીટર સુધીની વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
- text
- text