- text
હળવદ : હળવદના ઢવાણા ગામે ટ્રેકટર પાણીમાં તણાઈ જતા 8 લોકોના મોત થાય હતા. ત્યારે આજ રોજ રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજા અને મોરબી જિલ્લા હળવદ તાલુકા ટીમ આ દુર્ઘટનામાં પામનાર લોકોના ઘરે ગયા હતા. તેમજ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી હતી. ત્યારે આ દરમ્યાન વિરભદ્ર સિંહ દ્વારા મુતકોના પરિવારજનોને જરૂર પડે ત્યાં સમસ્ત કરણી સેના ટીમ પરિવાર સાથે હોવાની ખાતરી આપી હતી.
નોંધનીય છે કે, રવિવારે સાંજે ગામના પાદરમાંથી પસાર થતી કંકાવટી નદી ક્રોસ કરતા સમયે ટ્રેકટર તણાયું હતું. અને તેમાં સવાર સત્તર લોકો તણાયા હતા. જેમાંથી નવ લોકોના જીવ બચી ગયા હતા જ્યારે 8 લાપતા થાય હતા.
- text
- text