મોરબીમાં પાણી ઓસરતા બેઠો પુલ ફરી શરૂ કરાયો

- text


સુરક્ષાને ધ્યાને લઇ રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી પુલ બંધ જ રખાશે

મોરબી : મોરબીમાં મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડાતા ડૂબી ગયેલા બેઠા પુલ ઉપરથી આજે પાણી ઓસરતા તેને પુનઃશરૂ કરવામાં આવ્યો છે. જો કે સલામતીને ધ્યાને લઈને રાત્રીના સમયે પુલને બંધ જ રાખવામાં આવશે.

મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે મચ્છુ-2 ડેમમાંથી રેકોર્ડબ્રેક પાણી છોડવામાં આવ્યું હતું. જેને કારણે બેઠાપુલે જળ સમાધિ લઈ લીધી હતી. જો કે મેઘ વિરામ થતા બેઠાપુલ ઉપરથી પાણી ઓસરી ગયા છે. જેને પગલે બપોરના સમયથી બેઠાપુલને શરૂ કરી દેવામાં આવ્યો છે. આ પુલ શરૂ થતાં જ હવે મયુરપુલ ઉપરના ટ્રાફિકમાં રાહત જોવા મળી રહી છે.

- text

બીજી તરફ ડેમમાં પાણીની આવક થાય ત્યારે ગમે ત્યારે ફરી દરવાજા ખોલવા પડે તેમ હોય, દિવસે તો આ અંગે ખ્યાલ આવી શકે પણ રાત્રીના સમયે દરવાજા ખોલવાના થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બેઠાપુલને રાત્રીના 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવનાર છે.

- text