- text
મોરબીની સ્પેશિયલ એસીબી કોર્ટે 10 હજારનો દંડ ફટકાર્યો
મોરબી : માળીયા મિયાણા તાલુકાના જસાપર અને મોટીબરાર ગામના તલાટી કમ મંત્રીએ લાંચ માંગતા વર્ષ 2013માં એસીબીએ લાંચના છટકામાં ઝડપી લીધા બાદ આ અંગેનો કેસ મોરબીની સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે તલાટી કમ મંત્રીને પાંચ વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની ટૂંકી વિગત જોઈએ તો વર્ષ 2013માં માળીયા મિયાણા તાલુકાના જસાપર અને મોટી બરાર તલાટી કમ મંત્રી આરોપી આણદાભાઈ શીવાભાઈ ફેફરે અરજદાર પાસે લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવી આરોપી આણદાભાઈ શીવાભાઈ ફેફર રંગેહાથ ઝડપાઇ જતા ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ અંગેનો કેસ મોરબી સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલી જતા 12 મૌખિક અને 44 દસ્તાવેજી પુરાવા ઉપરાંત સરકારી વકીલ વિજયભાઈ જાનીની ધારદાર દલીલો ધ્યાને લઈ અદાલતે આરોપી આણદાભાઈ શીવાભાઈ ફેફરને પાંચ વર્ષની કેદ તેમજ 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
- text
- text