મોટી બરારના અનુસૂચિત જાતિના વિસ્તારમાં ગટર અને વરસાદી પાણીનો નિકાલ ન હોવાની રજૂઆત

- text


માળીયા : માળીયા (મી) તાલુકાના મોટી બરાર ગામે અનુસૂચિત જાતિના વિસ્તારમાં ભારે વરસાદના પાણી અને ગટરના પાણીનો નિકાલ ન હોવાથી સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યાની રજૂઆત કરવામાં આવી છે.

સમગ્ર માહિતી અનુસાર, મોટી બરાર ગામે આવેલા અનુસૂચિત જાતિના વિસ્તારમાં ગટરના પાણીના નિકાલ માટે તાલુકા વિકાસ અધિકારીને મેઈલ મારફતે લેખિતમાં રજુઆત કરી હતી. અને ગામ પંચાયતને મોખીક રજુઆત કરી હતી. પરંતુ કોઈ યોગ્ય નિકાલ ન કરવામાં આવતા તલાટી અને કંટ્રોલ રૂમમાં રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, નાના બાળકો છે આવું બે વર્ષથી થાય છે અને ગામની ગટરનું પાણી પણ ફરીયામાં આવે છે. જેથી રોગચાળો ફેલાવાનો ભય પેદા થાય છે. તેમજ મરછર ખુબ જ થયા છે જેથી પીવાનું પાણી બે દિવસથી ભરી શકતા નથી. આ અંગે તંત્રને જાણ કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપો સ્થાનિક પરીવારો કરી રહ્યા છે.

- text

- text