ભારે વરસાદ બાદ ફેલાતી મચ્છરજન્ય બીમારીથી આ રીતે મેળવો રક્ષણ; સરકારે જનહિત માટે માહિતી જાહેર કરી 

- text


મોરબી : છેલ્લા અઠવાડિયાથી સમગ્ર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે માનવ જીવન અસ્તવ્યસ્થ થઈ ગયું છે ત્યારે આ અતિવૃષ્ટિ પછી બીમારીઓ પણ વધતી હોય છે. ખાસ કરીને મચ્છરો દ્વારા ફેલાતી બીમારીઓ વધુ જોવા મળતી હોય છે. ત્યારે એક જાગૃત નાગરિક તરીકે તથા પોતાના અને પોતાના પરિવારને આ બીમારીઓથી કેમ રક્ષણ અપાવી શકીયે એ માટે સરકાર દ્વારા જનહિત માટે માહિતી બહાર પાડવામાં આવી છે.

પોતે, પોતાના સમાજ અને પોતાના પરિવારના સભ્યો ને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા રોગથી બચવા માટે શુ તકેદારી રાખવી જોઈએ એ માટે થોડી માહિતી નીચે મુજબ છે.

ખાસ તો મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાએ મચ્છરના કરડવાથી થતાં વાહકજન્ય રોગો છે. જેથી મચ્છરના કરડવાથી બચો.


મેલેરિયાના લક્ષણો :-

મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગે છે. ધ્રુજારી સાથે સખત તાવ આવે છે. તાવ એક દિવસના આંતરે આવે અથવા દરરોજ આવે. માથું દુઃખે, શરીર દુઃખે, કળતર થાય, ઉલટી થાય, ઉબકા આવે, તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો વળે.

મેલેરિયા માદા એનોફિલીસ ધ્વારા ફેલાય છે જે વહેલી સવારે અને મોડી સાંજે કરડે છે

મેલેરિયાથી બચવા માટે લેવાના આ પગલાઓ પગલાંઓ લેવા :-

તાવ હોય તો નજીકની આરોગ્યની સંસ્થામાં લોહીની તપાસ કરાવો.

સાદો મેલેરિયા હોય તો ૧૪ દિવસની અને ઝેરી મેલેરિયા હોય તો ૩ દિવસની સંપૂર્ણ સારવાર લો.

મચ્છરથી બચવા મચ્છર વિરોધી ક્રીમ, કોઈલ અને અગરબત્તીનો ઉપયોગ કરો.

ઘરમાં અને ઘરની આજુબાજુમાં રહેલ પાણી સંગ્રહના પાત્રોને હવાચુસ્ત ઢાંકણાંથી બંધ રાખો.

ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દો અને ભરાયેલ પાણીને વહેવડાવી દો.

પાણીના નાના ખાડા ખાબોચીયા પૂરી દો.

કાયમી ભરાઈ રહેતા પાણીના તળાવોમાં પોરાભક્ષક માછલીઓ અવશ્ય મુકાવો.

ઘરના બારી બારણામાં મચ્છર જાળી લગાવો.

ઘરના બારી બારણા, ખાસ કરીને સવાર અને સાંજ બંધ રાખો.

સુતી વખતે જંતુનાશક કે સાદી મચ્છરદાનીનો ઉપયોગ કરો.

- text


ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા :-

ડેન્ગ્યુના લક્ષણો :- 

અચાનક સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાની પાછળ દુખાવો થાય, હાથ અને ચહેરા પર ચાકામાં પડે અને નાક, મોં તેમજ પેઢામાંથી લોહી પડે.


ચિકુનગુનિયાના લક્ષણો :-

અચાનક સખત તાવ સાથે સ્નાયુ અને સાંધાનો સખત દુખાવો, સાંધામાં સોજા આવવા, કોઇક વાર ઉબકા, ઉલટી, પેટનો દુખાવો કે શરીર પર ચાકામાં પડે.

ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા માદા એડીસ ઇજીપ્તી મચ્છર દ્વારા ફેલાય છે. જે દિવસે કરડે છે.

ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાથી બચવા માટે આ બાબતો ધ્યાનમાં રાખવી

ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા ફેલાવતા મચ્છરોના ડંખથી બચવા આખી બાંયના કપડા પહેરવા તથા શરીરના ખુલ્લા ભાગ પર ક્રીમ નો ઉપયોગ કરવો.

ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો.

ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાના દર્દીએ મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો. પાણી સંગ્રહ કરવાના થતા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા.

અઠવાડિયામાં એક વખત પાણી સંગ્રહના તમામ પાત્રો સાફ કરી સૂકવીને ઉપયોગમાં લેવા.

અઠવાડિયામાં એક દિવસ સૂકા દિવસ તરીકે રાખવો.

દર અઠવાડીયે ફુલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહના તમામ પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સુકવવા અને ત્યારબાદ જ ઉપયોગમાં લેવા.

બારી બારણામાં મચ્છરજાળી લગાવવી. ઘર, ધાબા પર અને ઘરની આસપાસ પડી રહેલ નકામાં ખાલી પાત્રો,ભંગાર, ટાયર, નાળીયેરની કાછલી વગેરેનો નાશ કરવો.

ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાના તાવ દરમ્યાન પુષ્કળ પ્રવાહી લેવું અને આરામ કરવો.

ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા રોગના દર્દી સારવાર માટે એસ્પીરિન દવાનો ઉપયોગ કરવો નહીં.

ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાની કોઇ ખાસ દવા ઉપલબ્ધ નથી જેથી ડૉક્ટરના માર્ગદર્શન વગર દવાઓ લેવી નહીં.


- text