સાંસદ વિનોદ ચાવડા કાલે શનિવારે માળિયાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે 

- text


મોરબી : તાજેતરની અતિવૃષ્ટિના અનુસંધાનમાં થયેલ તારાજીનો તાગ મેળવવા કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા કાલે તા. 31ને શનિવારના રોજ માળીયા તાલુકાના હરિપર ગામની મુલાકાત લેશે. ત્યારબાદ માળીયા શહેરમાં અસરગ્રસ્તો સાથે સંપર્ક કરશે. આ ઉપરાંત તેઓ બપોરે 12.30 કલાકે જીકે હોટેલ ખાતે બેઠક કરશે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text