માળિયા(મિ.)ના મચ્છુ નદીના કાંઠાના ગામોમાં પાકનો સોથ વળી ગયો : ખેડૂતો મુશ્કેલીમાં

- text


સમગ્ર પંથકમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને સહાય આપવાની માંગ

મોરબી : માળિયા(મિ.)ના મચ્છુ નદીના કાંઠાના ગામોમાં પાકનો સોથ વળી ગયો હોય, ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે તાત્કાલિક નુક્સાનીનો સર્વે કરાવી સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

મોરબી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં જન્માષ્ટમીની રજાઓમાં મેઘરાજા અનરાધાર વરસતા મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થયો હતો. જેને કારણે ડેમમાંથી રેકોર્ડબ્રેક પાણી છોડવામાં આવ્યું હતું. પરિણામે માળિયા મિયાણા પંથકમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

- text

ખાસ માળિયા મિયાણા તાલુકાના મચ્છુ નદીના કાંઠે આવેલ હરિપર, ફતેપર સહિતના 12થી વધુ ગામોમાં ખેતરો નદીમાં ફેરવાયા હતા. જેને કારણે પાકનો સંપૂર્ણ નાશ થયો છે. જેથી ખેડૂતો ઉપર આવેલ આ સંકટમાં સરકાર તાત્કાલિક સર્વે કરાવી સહાય આપીને મદદરૂપ થાય તેવી માંગ ઉઠી છે.

- text