- text
જૂના મેજર બ્રીજનું ઇન્સપેક્શન અને મરામત કરાશે : જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
મોરબી : માળીયા પીપળીયા સ્ટેટ હાઇવેમાં ભારે વરસાદના કારણે નુકસાની થયેલ હોવાથી મેજર બ્રિજ કે જે અંદાજે ૪૦ વર્ષ જૂનો હોવાના કારણે હાલની સ્થિતિ જોતા વાહન વ્યવહાર ચાલુ રાખવો યોગ્ય ન જણાતા આ બ્રિજનું ઇન્ફેક્શન તથા મરામત યોગ્ય રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી પીપળીયા ચાર રસ્તાથી માળીયા નેશનલ હાઇવે સુધી દિન ૮ માટે ભારે વાહનોના પ્રતિબંધ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર વૈકલ્પિક રસ્તા તરીકે જામનગર જવા માટે અમદાવાદ કચ્છ તરફથી આવતો વાહન વ્યવહાર હાલ માળીયા થી પીપળીયા રસ્તાની જગ્યાએ માળિયાથી-મોરબી-ટંકારા-આમરણ-ધ્રોલ- લતીપર વાળા રસ્તાનો ઉપયોગ કરશે. જામનગર આમરણ તરફથી આવતા વાહનો કચ્છ તરફ જવા માટે પીપળીયા ચાર રસ્તાથી-નવલખી-ફાટકથી રવિરાજ ચોકડીથી-માળીયા કચ્છ તરફ જઈ શકશે.
- text
આ જાહેરનામામાંથી સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પીજીવીસીએલના, વાહનો સબવાહિની, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સ્કૂલ કોલેજના વાહનો, સામાજિક/ધાર્મિક પ્રસંગોને લગત ભારે વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ તમામ વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને મુક્તિ આપવામાં આવે છે. તેમ જણાવાયુ છે.
- text