- text
મોરબી : મોરબી સરકારી હોસ્પીટલે સારવાર અર્થે દાખલ થયેલ વૃદ્ધનું મોત નિપજતા તેમના વાલી વારસ મળતા ન હોય એ ડિવિઝન પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.
આ વૃદ્ધનું નામ વિરેન્દ્રકુમાર રામરતન વિશ્વકર્મા છે અને ઉમર ૭૦ વર્ષ છે. તેઓ એન્ટિક સીરામિકમાં રહેતા હતા. તેઓ શરીરે પાતળો બાંધો વાને શ્યામ, માથાના ભાગે તથા દાઢીના ભાગે કાળા-સફેદ વાળ છે. જમણા હાથે કલાઇ ઉપર હિન્દીમા જય મા દુર્ગા ત્રોફાવેલ છે. તથા ખાખી કલરનું પેન્ટ તથા સફેદ કલરનો શર્ટ પહેરેલ છે.
- text
આ વૃદ્ધના વાલી વારસ અંગે કોઈને જાણ હોય તો એ.એમ.ઝાપડીયા પો.હેડ.કોન્સ. મો.ન.૯૭૧૪૦૬૪૪૧૯ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલી.નં.૦૨૮૨૨-૨૩૦૧૮૮નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
- text