મોરબી-વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેનો કાલે શનિવારથી શરૂ થઈ જશે

- text


મોરબી : ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી હોય મોરબી-વાંકાનેર અને વાંકાનેર-મોરબી વચ્ચે દોડનારી 10 ડેમુ ટ્રેન રદ કરવામાં આવી હતી. આ ટ્રેનો હવે આવતીકાલે શનિવારથી શરૂ થશે.

મોરબી જિલ્લા કલેકટરના આદેશ અનુસાર આગામી 30 તારીખ સુધી મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રદ્દ કરી દેવામાં આવી હતી. પણ હવે પાણી ઓસરી જતા જિલ્લામાં પરિસ્થિતિ સામાન્ય થવા લાગી હોય આવતીકાલે તા.31ને શનિવારથી ડેમુ ટ્રેનો રાબેતા મુજબ શરૂ થઈ જશે. તેમ મોરબી સ્ટેશન માસ્તરે જણાવ્યું છે.

- text

- text