- text
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી
મોરબી : મોરબી જિલ્લામાં તાજેતરમાં અતિવૃષ્ટીના કારણે સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં નદી, તળાવ તથા ડેમમાંથી અચાનક પાણી છોડવાથી ખેતીની જમીનોનું ધોવાણ થયું હોય અનેક ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે તથા રોડ રસ્તાઓ તૂટી જવાના કારણે અમુક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે. અનેક ગરીબ પરિવારોના મકાન તથા જાનમાલને નુકસાન થયું છે. ત્યારે આ નુકસાનીનું વળતર ચુકવવા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી, કલેક્ટર, ડીડીઓ, ખેતીવાડી અધિકારી, નગરપાલિકા, અધિક સચિવ સહિતનાને લેખિત રજૂઆત કરી છે.
- text
કિશોરભાઈ ચિખલીયાના જણાવ્યા પ્રમાણે, મોરબી જિલ્લાની સમગ્ર પ્રજા આર્થિક અને માનસિક રીતે હેરાન પરેશાન હોય તમામ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે રોડ-રસ્તાઓ રીપેર કરાવવા તથા ખેડૂતો, ગરીબ પરિવારો અને અસરગ્રસ્ત લોકોને આપત્તિ અધિનિયમ- 2005 કાયદા અંતર્ગત કોઈપણ પ્રકારનું સર્વે કર્યા વગર યુદ્ધના ધોરણે સરકારી સહાય અને રાહત આપવા તથા સ્થળાંતર કરેલ ગરીબ લોકોને તેના પડી ગયેલા મકાનને રીપેર કરાવી તેને પુનઃ વિસ્થાપન કરાવવા તેમજ તેઓને આર્થિક મદદ માટે રોકડ સહાય ચુકવવામાં આવે તેવી જિલ્લાની પ્રજા વતી માગ છે.
- text