ઢવાણા ટ્રેક્ટર દુર્ઘટનામાં લાપતા બનેલા આઠેય વ્યક્તિઓના મૃતદેહ મળ્યા

- text


25 ઓગસ્ટ ના રોજ સર્જાઈ હતી દુર્ઘટના : બારોટ પરિવારે ઘરના પાંચ સભ્યો ગુમાવ્યા

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામે 25 ઓગસ્ટના રોજ મોડી સાંજે ગામના પાદર માંથી પસાર થતી નદી ક્રોસ કરતી વેળાએ ટ્રેક્ટર પાણીમાં તણાયું હતું.જેમાં 17 લોકો સવાર હોય 9 બચી ગયા હતા જ્યારે ચાર મહિલા અને ચાર પુરુષ લાપતા બની જતા તેઓની શોધખોળ કરવામાં આવી રહી હતી.જેમાં મંગળવારે ત્રણ બુધવારે ચાર અને આજે શુક્રવારે એક મળી કુલ આઠેય મૃતદેહો મળી આવ્યા છે.

- text

ઢવાણા ગામે ટ્રેક્ટર દુર્ઘટનામાં લાપતા બનેલા મહિલા,પુરુષો અને બાળકોની શોધખોળ માટે એન ડી આર એફ,એસ ડી આર એફ સહિતની ટીમોને બોલાવવામાં આવી હતી.તો સાથે જ સ્થાનિક તરવૈયાઓએ પણ સરકારી તંત્રને પણ શરમ આવે તેવી કામગીરી કરી સતત છ દિવસ સુધી ઢવાણા થી કોયબા સુધીની નદીમાં તપાસ કરી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.જેમાં અશ્વિનભાઈ રાઠોડ,ઉ.28, રહે.જોરાવરનગર. સુરેન્દ્રનગર,અશિષભાઈ સુરેશભાઈ બારોટ,રહે.નવા ઢવાણા,રાજુબેન ગણપતભાઈ બારોટ ઉ.45,રહે.નવા ઢવાણા,વિજય સુરેશભાઈ બારોટ, ઉ.19 રહે.નવા ઢવાણા,જિનલબેન મહેશભાઈ બારોટ ઉ.06,રહે.પાટડી, સુરેન્દ્રનગર,ગીતાબેન સુરેશભાઈ રાઠોડ,ઉ.16,રહે.નવા ઢવાણા,જાનકીબેન પ્રવીણભાઈ મકવાણા ઉ.32 રહે.નવા ઢવાણા,રામદેવ પ્રવીણભાઈ મકવાણા ઉ.14, રહે.નવા ઢવાણાનો મૃતદેહ મળી આવ્યો છે.

- text