30 ઓગસ્ટ : ઉઘાડ નીકળતા બજારો ધમધમી, વરસાદના વિરામ સાથે ડેમોમાં પણ આવક ઘટી

- text


સતત પાંચ દિવસ વરસાદી માહોલ બાદ આજે શુક્રવારે સૂર્યનારાયણે દર્શન દીધા : તંત્રએ રાહતનો શ્વાસ લીધો

મોરબી : મોરબી જિલ્લામાં સતત પાંચ દિવસ સતત વરસાદી માહોલ બાદ આજે શુક્રવારે સવારથી વરસાદના વિરામ સાથે ઉઘાડ નીકળતાની સાથે બજારો ધમધમી ઊઠી હતી. જ્યારે મેઘરાજાના ખમૈયા સાથે ડેમોમાં પણ પાણીની આવક ઘટતાં અને નદી નાળાનાં સ્તર થોડા ઘટતા તંત્ર અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

મોરબી જિલ્લામાં સતત પાંચ દિવસ વરસાદી મહોલ રહ્યા બાદ આજે પુનઃ જનજીવન સામાન્ય થયું છે. સાતમ-આઠમનો પાંચ દિવસનો તહેવાર અને આ તહેવારમાં જ અતિભારે વરસાદને પગલે લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા હતા. ત્યારે આજે તહેવારો પણ પૂરા થયા છે અને વરસાદે પણ વિરામ લેતા સાથે જ સૂર્યનારાયણે દર્શન દેતા બજારો ફરી ધમધમી છે. લોકો ફરીથી પોતપોતાના કામે લાગ્યા છે. ધંધા રોજગાર ખુલ્યા છે. સાતમ-આઠમના તહેવારની રજાઓ બાદ હવે આવતીકાલ શનિવારથી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓનું અભ્યાસ કાર્ય શરૂ થશે. વરસાદે વિરામ લેતા ધરતીપૂત્રોએ પણ હાશકારો અનુભવ્યો છે. જો કે ખેતી પાકોમાં નુકસાન પણ ઘણું થયું છે.

- text

બીજી બાજુ મોરબી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યા બાદ ડેમો, નદી-નાળા, જળાશયોમાં પણ પુર આવ્યા હતા. જો કે હવે દરેક વિસ્તારમાંથી પાણી ઓસર્યા છે. તંત્ર અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે તંત્ર પણ રોડ રસ્તા રીપેરીંગ, દવા છંટકાવ, સેનિટેશન વગેરેની કામગીરીમાં લાગ્યું છે.

- text