ધારાસભ્યની સૂચના બાદ પંચાયતના સભ્યો દ્વારા મોરબીના એસપી રોડ પર ભરાયેલા પાણીનો નિકાલ કરાયો

- text


મોરબી : મોરબીના એસપી રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની સૂચનાથી રવાપર ગ્રામ પંચાયત દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. રવાપર ગ્રામ પંચાયતના સભ્ય કેતનભાઈ મારવણિયા અને સરપંચ નીતિનભાઈ ભટાસણા અને પંચાયતના મંત્રી અને એસપી રોડના વડીલ આગેવાનોએ મળીને ગટર સાફ કરી હતી. ગટર સાફ કરતાં જ વરસાદી પાણીનો નિકાલ થઈ ગયો હતો અને રોડ પર ભરાયેલા પાણી દૂર થઈ ગયા હતા.

- text

- text