લાંબા સમય બાદ અંતે મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરાઈ

- text


નગરપાલિકાના અઢળક પ્રશ્નોને ધ્યાને લઈને ખાસ ડેપ્યુટી કલેકટરને ચીફ ઓફિસર બનાવાયા

મોરબી : મોરબી નગરપાલિકામાં અંતે સરકાર દ્વારા કાયમી ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. જો કે પાલિકામાં પ્રશ્નોની વણઝાર હોય એક ડેપ્યુટી કલેકટરને ચીફ ઓફિસર તરીકે અહીં મૂકવામાં આવ્યા છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ નગરપાલિકાને સુપરસિડ કરવામાં આવી હતી. ત્યારથી અંદાજે 4 જેટલા અધિકારીઓને ઇન્ચાર્જ ચીફ ઓફિસર બનાવવામાં આવ્યા હતા. જો કે અધિકારીઓ ઇન્ચાર્જ તરીકે કાર્યરત હોય, ઉપરાંત તેઓને પોતાની મૂળ ફરજની કામગીરી પણ કરવાની હોય નગરપાલિકાની કામગીરીમાં તેઓ પૂરતો સમય આપી શકતા ન હતા.

- text

આ દરમિયાન મોરબી નગરના અનેક પ્રશ્નોને લઈને રાજ્ય સરકારે પણ નોંધ લીધી છે. સરકારના મહેસુલ વિભાગ દ્વારા આજે મોરબી જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાની મોરબી નગરપાલિકાના કાયમી ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એટલે હવે નગરપાલિકાનું સુકાન હવે કલાસ વન અધિકારી સંભાળશે.

- text