વરસાદનો લાભ લેતા તસ્કરો, પીપળીયા ચાર રસ્તે સોનીની દુકાનમાં ચોરી

- text


તસ્કરો 40 હજારની ચોરી કરી 80 હજારનું નુકશાન કરી ગયા

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને મોટાભાગના વ્યાપાર ધંધા બંધ છે, લોકો ઘરમાં જ સલામત રહેવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે પીપળીયા ચાર રસ્તા નજીક તસ્કરોએ આ મોકાનો ફાયદો ઉઠાવી સોનીની દુકાનમાં ખાબકી 40 હજારના ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતા. જો કે, ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી કેમેરા જોઈ જતા સીસીટીવી કેમેરા અને શટરમાં ચોરીથી ડબલ એટલે કે 80 હજારનું નુકશાન કર્યું હતું.

- text

મોરબી – માળીયા હાઇવે ઉપર પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં તસ્કરોએ વરસાદી મહોલનો ફાયદો ઉઠાવી અંબિકા જવેલર્સ નામની દુકાનમાં ચાંદીની વસ્તુઓની આશરે 40,000ની માલમતા ચોરી ગયા હતા. આ ઉપરાંત સોનું રાખવાની તેજુરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ તૂટી ન હતી. જો કે, તસ્કરોના ધ્યાનમાં સીસીટીવી કેમેરા આવી જતા દુકાનનાં 3 કેમેરા તોડી શટરમાં નુકશાન કરી કુલ મળી આશરે 80 હજાર જેટલી નુકસાની કરી હોવાનું લુટાવદર ખાતે રહેતા દુકાન માલિક ધીરૂભાઈ સોનીએ જણાવ્યું હતુ.

- text