ઢવાણા ટ્રેકટર દુર્ઘટનામાં સાત મૃતદેહ મળી આવ્યા, હજુ એક બાળકી લાપતા

- text


પાંચ દિવસ પહેલા નદી ક્રોસ કરતી વેળાએ ટ્રેક્ટર તણાઈ જતા સર્જાઈ હતી દુર્ઘટના

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામે સાતમને રવિવારે મોડી સાંજે ગામના પાદરમાંથી પસાર થતી કંકાવટી નદી ક્રોસ કરતી વેળાએ ટ્રેક્ટર તણાઈ જતા તેમાં સવાર સત્તર લોકો તણાયા હતા.જેમાંથી નવ બચી ગયા હતા જ્યારે આઠ લાપતા થઈ ગયા હતા. જેમાં સાત વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એક છ વર્ષની બાળકી હજુ લાપતા છે.

ઢણાવ ગામે બનેલ દુર્ઘટનામાં પાણીના પ્રવાહમાં લાપતા બનેલા આઠ વ્યક્તિઓમાંથી સાતના મૃતદે મળી આવ્યા છે.જેમા અશ્વિનભાઈ રાઠોડ, ઉ.28,રહે.જોરાવરનગર. સુરેન્દ્રનગર,અશિષભાઈ સુરેશભાઈ બારોટ,રહે.નવા ઢવાણા, રાજુબેન ગણપતભાઈ બારોટ ઉ.45, રહે.નવા ઢવાણા, વિજય સુરેશભાઈ બારોટ, ઉ.19 રહે.નવા ઢવાણા, ગીતાબેન સુરેશભાઈ રાઠોડ,ઉ.16,રહે.નવા ઢવાણા, જાનકીબેન પ્રવીણભાઈ મકવાણા ઉ.32 રહે.નવા ઢવાણા, રામદેવ પ્રવીણભાઈ મકવાણા ઉ.14, રહે.નવા ઢવાણાનો સમાવેશ થાય છે. જ્યારે જિનલબેન મહેશભાઈ બારોટ ઉ. 6 રહે.પાટડી હજુ પણ લાપતા હોય તેઓની શોધખોળ કરવામાં આવી છે.

- text

ટ્રેક્ટર દુર્ઘટનાને પગલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રદેશના અગ્રણી નૌસાદભાઈ સોલંકીએ ઘટના સ્થળની તેમજ પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. આ વેળાએ તેઓ સાથે તાલુકા પંચાયતના વિપક્ષનેતા મહિપાલસિંહ રાણા હાજર રહ્યા હતા.

- text