રાહત : રાત્રીના 12 પછી મેઘરાજાએ વિરામ લીધો, ડેમોમાં પણ પાણીની આવક ઘટી

- text


મચ્છુ 2 ડેમમાં હવે માત્ર 10 હજાર ક્યુસેક પાણીની જ આવક રહેતા માત્ર 2 દરવાજા 8 ફૂટ ખુલ્લા

મોરબી : મોરબી જિલ્લા માટે રાહતના સમાચાર છે. બુધવારની રાત્રીના 8 વાગ્યા બાદ વરસાદના કારણે મચ્છુ 2 ડેમમાં વધી રહેલી આવકમાં રાત્રીના 12 વાગ્યા બાદ મેઘરાજાએ વિરામ લેતા ઘટાડો થયો છે. હાલ મચ્છુ 2 ડેમના માત્ર 2 જ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં ચાર દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. જિલ્લામાં ભારે વરસાદને પગલે પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમાં પણ મચ્છુ નદીમાં ભારે પાણી છોડવાનાં કારણે નીચાણ વાળા વિસ્તારો અને નદી કાંઠાનાં મોરબી, માળિયાના ગામોમાં સ્થિતિ ચિંતાજનકે પોહચી હતી. ગઈકાલથી ધીમે ધીમે પાણીની આવક ઘટતાં તંત્રે રાહત લીધી હતી. પરંતુ કાલે બુધવારે રાત્રીના 8 વાગ્યા બાદ ફરીથી વરસાદનું જોર વધતાં મચ્છુ ડેમ 2 માં આવકમાં વધારો થતાં રાત્રે 12 વાગ્યે મચ્છુ 2 ડેમમાં 10 દરવાજા ખોલી 63 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

- text

જોકે બુધવાર રાત્રીના 12 વાગ્યા બાદ મોરબી જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા તંત્ર અને લોકોને રાહત થઈ હતી. અને સાથે ડેમોમાં પણ પાણીની આવક ઘટી હતી.

આજે ગુરુવારે સવારે 9.30 વાગ્યાની સ્થિતિ મુજબ મચ્છુ 2 ડેમમાં હાલ માત્ર 10 હજાર ક્યુસેક પાણીની જ આવક છે. જેથી હાલ માત્ર 2 દરવાજા 8 ફૂટ ફૂટ સુધી ખુલ્લા છે.

- text