મોરબી ENTના નિષ્ણાત તબીબ ડો. હિતેશ પટેલની પૂના ખાતે આયોજિત SEOCON ઈન્ટરનેશનલ કોન્ફોરન્સમાં ફેકલ્ટી તરીકે પસંદગી

- text


ઈન્ટરનેશનલ કોન્ફોરન્સમાં વિશ્વના 25) નિષ્ણાત તબીબો ભાગ લેશે, જેમાં ફેકલ્ટી તરીકે મોરબીના તબીબની પસંદગી

મોરબી : સમગ્ર વિશ્વના કાન-નાક-ગળાના નિષ્ણાત તબીબોની ત્રિદીવસીય ઈન્ટરનેશનલ કોન્ફોરન્સ SEOCON 2024 તાજેતરમાં પૂના ખાતે યોજાવા જઈ રહી છે. જેમાં ભારત તેમજ વિશ્વભર માંથી કુલ 250 કાન-નાક-ગળાના નિષ્ણાત તબીબો ભાગ લઈ રહ્યા છે. જેમાં 40 જેટલા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના તબીબોની ફેકલ્ટી તરીકે પસંદગી થવા પામી છે. જેમાં મોરબીના ઓમ કાન-નાક-ગળાની હોસ્પિટલ વાળા નિષ્ણાત તબીબ ડો. હિતેશ પટેલની ફેકલ્ટી તરીકે પસંદગી થતાં તેમણે સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યુ છે.

મોરબીના ડો. હિતેશ પટેલ Mastoid cavity obliteration વિષય પર પોતાનું વકત્વ રજુ કરશે તેમજ એન્ડોસ્કોપી દ્વારા કાનની સર્જરી વિશે માર્ગદર્શન પ્રદાન કરશે. પૂના ખાતે આયોજિત આ ઈન્ટરનેશનલ કોન્ફોરન્સમાં મોરબીના તબીબ ડો. હિતેશ પટેલની ફેકલ્ટી તરીકે પસંદગી થતાં મોરબી IMAના તબીબો, સ્નેહીજનો તેમજ મિત્ર વર્તુળે તેમને શુભકામનાઓ પાઠવી છે.

- text

મોરબીના ENT તબીબ ડો. હિતેશ પટેલ કોન્ફરન્સમાં જતા હોવાથી રવિવાર સુધી નહી મળે 

મોરબી : મોરબીના જાણીતા કાન-નાક-ગળાના નિષ્ણાત તબીબ ડો. હિતેશ પટેલ પૂના ખાતે કાનના એન્ડોસ્કોપીક ઓપરેશનની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ફેકલ્ટી તરીકે જતા હોવાથી આજે 29 ઓગસ્ટ ને સાંજથી રવિવાર સુધી દર્દીઓને મળી શકશે નહી જેની સૌએ નોંધ લેવા જણાવ્યું છે.

- text