રાપરથી જેતપર સીએચસીમાં સહી સલામત પ્રસુતાને પહોંચાડતી માળિયા 108 ટીમ

- text


મોરબી : જિલ્લાભરમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ જતા લોકોને અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ દરમ્યાન માળીયા 108 ટીમ દ્વારા પ્રસુતાને રાપરથી જેતપર સીએચસીમાં ચાલુ વરસાદે લઇ જવામાં આવ્યા હતા. એટલું જ નહીં રસ્તામાં એક વૃક્ષ ધરાશાયી થયું હોય જેના કારણે રસ્તો પણ બંધ હતો. આ દરમ્યાન 108ના પાઈલોટ દાઉદભાઈ અને ઈએનટી દિપેશભાઈ દ્વારા રસ્તો ચાલુ કરવા વૃક્ષને કાપી પ્રસુતાને જેતપર પહોંચાડી હતી.

- text

- text