મોરબીમાં મહારાણી શ્રી વિજયકુંવરબા સાહેબ રાજપૂત સમાજ ભવનનું ભૂમિપુજન કરાયું 

- text


સમાજ ભવન માટે દાતાઓએ જાહેર કર્યું કરોડોનું દાન 

મોરબી : આજરોજ તારીખ 29 ઓગસ્ટ ને ગુરુવારે મહારાણી શ્રી વિજયકુંવરબા સાહેબ રાજપૂત સમાજ ભવનનું મોરબી ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. મહારાજ કુમારી શ્રી રૂક્ષ્મણીદેવી સાહેબ (નામદાર મીરાબાપા સાહેબ)ના હસ્તે આ સમાજ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશુભા ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે ન્યૂ પેલેસની બાજુમાં સમાજ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ સમાજ ભવન માટે મહારાણી વિજયકુંવરબા સાહેબે 2 એકર જમીન દાનમાં આપી છે. આજે આ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મીરાબાપા સાહેબ ઉપરાંત વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહ ઝાલા, રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ઝાલાવાડ સમાજના પ્રમુખ રુદ્રદત્તસિંહ ઝાલા, પી. આઈ. હુકુમતસિંહ જાડેજા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમાજ ભવનના મુખ્ય દાતા સ્વ. ઉદયસિંજી મનુભાબાપુ જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની)ના જયુભાભાઈ જાડેજા, દિલુભાભાઈ જાડેજા, અનીરુધસિંહજી જાડેજા તેમજ અશ્વિનસિંહજી જાડેજા તરફથી રૂ.2,11,00,000 (બે કરોડ અગિયાર લાખ)નું અનુદાન આપવાનું જાહેર કરેલ છે. આ ઉપરાંત ડી. એસ. ઝાલા (દેવ સોલ્ટ) તરફથી 1,81,00,000(એક કરોડ એકયાશી લાખ), કેસરીદેવસિંહ ઝાલા તરફથી 51 લાખનું અનુદાન જાહેર કરાયું છે. આ સાથે મોરબી જિલ્લા રાજપૂત સમાજના દરેક ટ્રસ્ટી દ્વારા 11 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. ત્યારે ટૂંક સમયમાં ભવનના નિર્માણનું કામ શરુ થશે.

- text

- text